(૧) તમારો (અરજદારનો) Application No. એજ તમારો Confirmation No છે.

(ર) અરજદારે અરજી કરતી વખતે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે અને નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. જેથી અરજી કર્યા બાદ અરજી અંગેની તમામ વિગતો મોબાઇલ મારફતે જાણી શકાય.

(૩) સીધા ધિરાણ યોજના અને શૈક્ષણિક લોન યોજનામાં કુટુંબદીઠ એક જ વ્યકિતએ અને કોઇપણ એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.

(૪) નિગમમાંથી અગાઉ લોન મેળવેલ હોય કે લોન ભરપાઇ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે ફરી અરજી કરવી નહી.

(૫) અગાઉના વર્ષેામાં લોન અરજી ઓનલાઇન કરેલ હોય અને લોન દસ્તાવેજીકરણ તૈયાર કરી નિગમમાં રજુ ના કરેલ હોય તેવા તમામ અરજદારોની લોન અરજી નામંજુર કરેલ હોય ફરી લોન લેવા માંગતા હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

(૬) અરજદારે Apply Online માં જરૂરી વિગતો ભર્યા બાદ Upload Photo અને Upload Documents અપલોડ કર્યાબાદ Confirm Application પર જઇ અરજી Confirm કર્યા ત્યારબાદ જ અરજી online software દ્વારા સ્વીકાર્ય ગણવામાં આવશે જેની નોંધ લેવી.

(૭) નિગમની કોઇપણ લોન યોજના વિશે વધારે વિસ્તૃત માહિતીની જરૂરીયાત હોય તો અરજદાર જે જિલ્લાના વતની હોય તે જીલ્લાની જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.)ની કચેરી / સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

(૮) નિગમની સીધા ધિરાણ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવાની મુદત તા. 28/08/2025 થી તા.27/09/2025 ના રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે ત્યારબાદ નિયમોનુસાર કોઇપણ ઓફલાઇન અરજી માન્ય ગણાશે નહી તેની નોંધ લેવી તેમજ શૈક્ષણિક લોન યોજનામાં પોર્ટલ ૩૬૫ દિવસ ચાલું રહેશે.

(૯) નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશે.


(૧૦)સીધા ધિરાણ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા અંગેની જાહેરાતની સમયમર્યાદા તા. 30/09/2025 સુધી લંબાવવામાં આવેલ છે.


Quick Pay (લોન ભરપાઈ માટે અહીં ક્લિક કરો)