૧) ટર્મ લોન (મુદતી લોન):-
અ) પશુપાલન વ્યવસાય:-
| નાબાર્ડનીગાઈડ લાઈન મુજબ પ્રતિપશુ (ભેંસ)ની કિંમત |
પશુ(ભેંસ) ની સંખ્યા |
પશુ (ભેંસ) ખરીદીનો કુલખર્ચ |
કુલ યુનિટ કોસ્ટ |
| રૂ. ७०,०००/- | २ | રૂ. १,४०,०००/- | રૂ. १,४०,०००/- |
અરજદારને લોન મંજુર થયા બાદ જો વર્ષ દરમ્યાન નિયમિત હપ્તા ભરેલ હોય તો તેવા અરજદારોને વધુ બે પશુ માટે રૂ.૧.૪૦,૦૦૦/- તેમજ કેટલશેડની જરૂરિયાત હોય
તો રૂ.૧,૨૦,૦૦૦/-
એમ કુલ રકમ રૂ.૨,૬૦,૦૦૦/- ની ચાલુ લોન ઉપરાંત પણ લોન આપવામાં આવશે. જે અરજદાર આ લોન લે છે, તેમને જૂની/નવી સ્થાવર મિલકત
પર જે રકમ મંજુર થાય તેની અલગથી
દોઢ ગણી રકમ નો બોજો પાડવાનો રહેશે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂ.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- દુધ મંડળીનો દાખલો રજુ કરવાનો રહેશે
- વધુ બે પશુ માટે ૧.૪૦ લાખ તેમજ કેટલશેડની જરૂરિયાત હોય તો ૧.૨૦ લાખ એમ, કુલ ૨.૬૦ લાખની લોન માટે :
- અગાઉના વર્ષમાં મળેલ લોન મંજુરી આદેશ
- વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન નિયમિત હપ્તા ભર્યા હોય તો છેલ્લી ૧૨ હપ્તા ભરેલ પાવતીઓ ભેગી કરી એક PDF અપલોડ કરવાની રહેશે.
- જે સ્થાવર મિલકત પર બોજો પાડેલ હોય તેનું બોજો દર્શાવતું પત્રક.
(બ) પરિવહન વ્યવસાય :-
નાના ધંધા યોજના હેઠળ નીચેના ૩૨ વ્યવસાયો માટે મહત્તમ યુનિટ કોષ્ટ (રૂપીયા) મુજબ લોન આપવામાં આવશે:
| ક્રમ |
વ્યવસાય |
સુચિત કોસ્ટ (રૂ) |
| ૧ | વ્હીકલફોર વ્હીલ (કોમર્શિયલ/પેસેન્જર) | ૧૫,૦૦,૦૦૦ |
| ૨ | સીએનજી ઓટો રીક્ષા/ લોડીંગ રીક્ષા | ૩,૦૦,૦૦૦ |
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારનું ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ સામેલ કરવાની રહેશે.
- ઓથોરાઇઝ્ડ ડિલરનુ ભાવપત્રક સામેલ કરવાનુ રહેશે.
નોંધ: પરિવહન યોજનામાં લોનથી મેળવેલ વાહનનું ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગરના નામે આર.ટી.ઓમાં હાઇપોહીકેશન કરાવવાનું રહેશે.
(ક) અન્ય ધંધા-વ્યવસાય :-
| ક્રમ |
યોજનાનું નામ |
મહત્તમ યુનિટ કોસ્ટ (રૂપિયા) |
| ૧. | ઓટો રીપેરીંગ | ૫.०० |
| ૨. | ટાઈલ્સ પોલીસીંગ (સિરામિક્સ/બોક્સ/બિલ્ડીંગ મટીરિયલ્સનો ધંધો) | ૫.०० |
| ૩. | ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી (ફોટો-સ્ટુડિયો/કેમેરા/ વીડિયોગ્રાફી / CCTV કેમેરા સેલ્સ એન્ડ સર્વિસ) | ૫.०० |
| ૪. | કોમ્પ્યુટર જોબ વર્ક/(સાયબરકાફે) એકાઉન્ટિંગ GST, TALLY | ૩.૦૦ |
| ૫. | કોસ્મેટીક સ્ટોર (ઇમિટેશન જવેલરી) | ૫.०० |
| ૬. | દરજીકામ | ૧.૫૦ |
| ૭. | મીઠાઈ ફરસાણની દુકાન | ૨.૫૦ |
| ૮. | બ્યુટી પાર્લર | ૨.૫૦ |
| ૯. | આર.ઓ. પ્લાન્ટ | ૫.०० |
| ૧૦. | એમ્બ્રોડરી જોબ વર્ક | ૧.૫૦ |
| ૧૧. | ફુટવેર શોપ | ૨.૫૦ |
| ૧૨. | અનાજ દળવાની ઘંટી-ફ્લોરમીલ | ૨.૫૦ |
| ૧૩. | હીરા ઉદ્યોગ (ડાયમંડ કટીંગ એન્ડ પોલીસીંગ) | ૭.૫૦ |
| ૧૪. | કરીયાણાની દુકાન/પ્રોવિઝન સ્ટોર | ૫.૫૦ |
| ૧૫. | રેડીમેડ કપડા/ ગારમેન્ટ સ્ટોર્સ | ૫.૫૦ |
| ૧૬. | મંડપ ડેકોરેશન | ૫.०० |
| ૧૭. | સેન્ટીંગ કામ | ૫.०० |
| ૧૮. | પશુ આહારનું વેચાણ | ૫.०० |
| ૧૯. | હોલસેલ એજન્સી-ફાર્મસી (મેડિકલ સ્ટોર્સ / આયુર્વેદિક / આયુર્વેદિક | સ્ટોર્સ સાથે નર્સરી / ફિઝિયોથેરાપી સેન્ટર) | ૭.૫૦ |
| ૨૦. | ફર્નીચર કામ (હોમ ફર્નિશીંગ સ્ટોર્સ (સોફા પડદાનુ કાપડ/ગાદલા/ચાદરો વગેર) | ૫.૦૦ |
| ૨૧. | એગ્રોસર્વિસ સ્ટેશન (જંતુનાશક દવાઓ તેમજ બિયારણની દુકાન) | ७.०० |
| ૨૨. | સબમર્સીબલ પંપ વેચાણ તેમજ ખેતીને લગતા યાંત્રિક સાધનોના રિપેરિંગની દુકાન | ૫.૦૦ |
| ૨૩. | સ્પોર્ટસના સાધનોની દુકાન | ૨.૫૦ |
| ૨૪. | ઓટો મોબાઈલ્સ સર્વિસ એન્ડ સ્પેર પાર્ટ્સની દુકાન | ૫.०० |
| ૨૫. | બ્રાસના સ્પેર પાર્ટસ અને હાર્ડવેર | ૫.०० |
| ૨૬. | સ્ટેશનરીની દુકાન / ઝેરોક્ષ / લેમિનેશન/સ્પાઈરલ બાઈન્ડીંગ | ૫.०० |
| ૨૭. | સોના ચાંદીનો ધંધા | ૭.૫૦ |
| ૨૮. | ગીફટ આર્ટિકલ / ડેકોરેટીવ ગુડસ | ૫.૦૦ |
| ૨૯. | ફલાવર બુકે | ૨.૦૦ |
| ૩૦. | ધાર્મિક ઉપકરણ સંસ્કરણ (પૂજાપની દુકાન) | ૫.૦૦ |
| ૩૧. | ફુડકોર્ટ વ્હીકલ | ૧૫.૦૦ |
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
(૨) ન્યુ સ્વર્ણિમા યોજનાઃ-
મહિલાઓ માટે સ્વરોજગારી માટે પોતાની પસંદગીના ધંધા માટે અરજી કરી શકશે.
લોનની મહત્તમ મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની રહેશે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
(૩) સ્વયં સક્ષમ યોજનાઃ-
આ યોજના વ્યવસાયિક શિક્ષણ/પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોમાં આત્મનિર્ભરની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે,
આ યોજના હેઠળ નીચે મુજબના વ્યવસાય માટે લોન આપવામાં આવશે.
| ક્રમ | વ્યવસાય | મહત્તમ યુનિટ કોસ્ટ (રૂ) |
| ૧ | બધા પ્રકારના દવાખાના / મેડિકલ સ્ટોર્સ / આયુર્વેદિક સ્ટોર્સ સાથે નર્સરી /ફિઝિયોથેરાપી સેન્ટર | ૧૦,૦૦,૦૦૦ |
| ૨ | વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જીનીયરીંગ, C.A., C.S. જેવા અભ્યાસક્રમો સાથે જોડાયેલ વ્યવસાય | ૧૦,૦૦,૦૦૦ |
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૧૮ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે, તે વ્યવસાય માટે કરેલ અભ્યાસના પ્રમાણપત્રોની નકલ સામેલ કરવાની રહેશે. (દા.ત. દવાખાનું શરૂ કરવા માટે ડૉકટરનો અભ્યાસ કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ
તેમજ ડીગ્રી સર્ટીની નકલ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
૪) મહિલા સમૃધ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુસ્તરીય યોજના): -
મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ.
આ યોજના હેઠળ લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૨૫,૦૦૦/- ની રહેશે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
(૫) લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના) : -
| ક્રમ | વ્યવસાય | યુનિટ કોસ્ટ (રૂપિયા) (લાખમાં) |
| ૧ | મોબાઈલ રીપેરીંગ મોબાઈલ શોપ (સેલ્સ એન્ડ સર્વિસ) | ૫.०० |
| ૨ | ઈલેકટ્રોનિક્સ આઈટમોનું રીપેરીંગ (ઈલેક્ટ્રોનિકસ ગુડ્સ સેલ્સ એન્ડ સર્વિસ/ઈલેક્ટ્રોનિકસ સાધનો | ૫.०० |
| ૩ | ફોટો ફ્રેમ અને પ્લાસ્ટિક લેમીનેશન | ૨.૫૦ |
| ૪ | આઈસ્ક્રીમ પાર્લર અને ઠંડા પીણા (આઇસ્ક્રિમ / ઠંડા પીણાનું પાર્લર / દૂધ પાર્લર.) | ૨.૫૦ |
| ૫ | ફળ-ફળાદી અને શાકભાજીની દુકાન | ૨.૫૦ |
| ૬ | ફેબ્રીકેશન-વેલ્ડીંગ વર્ક (લુહારી કામ / ફેબ્રિકેશન/ વેલ્ડીંગ વર્કસની દુકાન) | ૨.૫૦ |
| ૭ | ડીજે માઈક સેટ | ૨.૫૦ |
| ૮ | સ્લીપર સોલ કટીંગ | ૨.૫૦ |
| ૯ | સાડી વેપાર | ૨.૫૦ |
| ૧૦ | કેટરર્સ- રસોઈકામ | ૨.૫૦ |
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે, તે વ્યવસાય માટે કરેલ અભ્યાસના પ્રમાણપત્રોની નકલ સામેલ કરવાની રહેશે. (દા.ત. દવાખાનું શરૂ કરવા માટે ડૉકટરનો અભ્યાસ કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
૮) ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના):-
આ યોજના હેઠળ વ્યવસાયલક્ષી શિક્ષણના ઉચ્ચ અભ્યાસક્રમો જેવા કે, મેડીકલ, ડેન્ટલ. એન્જીનીયરીંગ ફાર્મસી વગેરે અભ્યાસ કરવા માટે લોન આપવાની યોજના.
વધુમાં વધુ રૂા.૧૫.૦૦ લાખ સુધીનું ધિરાણ કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ગુજરાત અલ્પ સંખ્યક જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૧૭ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે અભ્યાસ માટે લોન લેવાની છે, તે અભ્યાસના સરકારશ્રી દ્વારા નિયત થયેલ એડમીશન કમીટી મારફતે મેળવેલ એડમીશન લેટરની નકલ સામેલ કરવાની રહેશે.
- અભ્યાસ માટે જરૂરી હોય તેવી ક્વોલીફાઇડ પરીક્ષામાં પાસ કરેલ હોય તે અભ્યાસક્રમની નકલ સામેલ કરવાની રહેશે. (ઓછામાં ઓછા ૫૦ % સાથે ક્વોલીફાઇડ થયેલ હોવા જોઇએ.)
- સમગ્ર અભ્યાસ દરમ્યાન થનાર ખર્ચ (એડમીશન ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી) વગેરે કોલેજ / સંસ્થાના લેટરપેડ પર રજુ કરવાની રહેશે.
- જે કોલેજ / સંસ્થામાં એડમીશન મેળવેલ છે તે સંસ્થાને અભ્યાસક્રમ ચલવવા માટે મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની રહેશે.
દસ્તાવેજોની માહિતી
લોનની સૈધ્ધાંતિક મંજુર મળ્યા બાદ અરજદારે નીચે મુજબના લોન દસ્તાવેજ રજુ કરવાના થાય છે :-
- અરજદારે આપવાનું જાત જામીનખત (પરિશિષ્ટ-૧) મુજબ રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. અરજદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે.
- માંગણીહૂંડી પત્રક રૂા.૧/- ની રેવન્યુ ટીકીટ લગાવી, ટીકીટ ઉપર સહી કરવી. રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી
- બાંહેધરીપત્ર / ખાતરીપત્રકમાં રૂા.300/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી.
- હાઇપોથીકેશન / લોન એગ્રીમેન્ટ / સાનગીરો કરાર ઉપર રૂા.300/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી અને દરેક પાનના પર અરજદાર અને બન્ને જામીનદારોની સહી કરાવવી.
- પરિશિષ્ટ-ર મુજબ જામીનદાર-૧ અને જામીનદાર-રનું જામીનખત રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. તેમજ બન્ને જામીનદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે. (જામીનદારની ઉંમર ૬૦-વર્ષથી વધુ ન હોવી જોઇએ)
- પરિશિષ્ટ-૩ મુજબ અરજદારની સંયુક્ત માલિકીની મિલકત હોય તો/ જામીનદાર / અન્ય મિલકત ધારક મિલકત ઉપર નિગમના નામે બોજા નોંધ કરાવવા અંગેની સમતી રૂ ૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર
નોટરી કરાવી રજુ કરવી.
- જે અરજદારે લોન લીધી છે તેના નામના નિયત જગ્યાએ સહી કરેલા ૧૦ (દસ) CTS ચેક તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.
- બોજાનોંધ પત્રકમાં અરજદારે મકાન, જમીન કે અન્ય સ્થાવર મિલકત ઉપર સક્ષમ સત્તા અધિકારીની સહી/સિક્કાવાળી વાળી નિગમના નામે નીચેની વિગતે બોજા નોંધ રજુ કરવાની રહેશે તેમજ જેના ઉપર
બોજાનોંધ રજુ કરેલ છે તેના આધાર-પુરાવા રજુ કરવાના રહેશે.
-
વધુ બે પશુ માટે ૧.૪૦ લાખ તેમજ કેટલશેડની જરૂરિયાત હોય તો ૧.૨૦ લાખ એમ, કુલ ૨.૬૦ લાખની લોન માટે :
- અગાઉના વર્ષમાં મળેલ લોન મંજુરી આદેશ
- વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન નિયમિત હપ્તા ભર્યા હોય તો છેલ્લી ૧૨ હપ્તા ભરેલ પાવતીઓ ભેગી કરી એક PDF અપલોડ કરવાની રહેશે.
- જે સ્થાવર મિલકત પર બોજો પાડેલ હોય તેનું બોજો દર્શાવતું પત્રક.
બોજા નોંધ ની વિગત
- ગ્રામ્ય વિસ્તારમાં ગામતળમાં સ્વામિત્વ કાર્ડ/કાયમી ઉપજ નમૂના નં-ર મા બોજા નોંધ કરાવી તેની બોજાનોંધવાળી નકલ રજુ કરી શકાય ( સ્વામિત્વ કાર્ડમા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા બોજાનોંધ કરાવી
શકાય જેની નકલ રજૂ કરવાની રહેશે.)
- ગ્રામ્ય વિસ્તારમાં જમીન હોય તો, ૭/૧૨ અને ૮ અ જમીનની નકલ પર મામલતદારશ્રી, (ઇ-ધારા) બોજાનોંધ કરાવી નમૂના નં.૬ હક્કપત્રની તેની પાકી એન્ટ્રીવાળી નકલ મેળવી રજુ કરી શકાય.
- જે ગામડાઓનો શહેરી વિસ્તારમાં સમાવેશ થયેલ હોય અને પ્રોપર્ટી કાર્ડ (મિલકતકાર્ડ) બનેલ હોય કે નગરપાલિકા વિસ્તાર હોય તો સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરીમાંથી બોજો દાખલ કરાવી પ્રોપર્ટી કાર્ડ
(મિલકતકાર્ડ) માં બોજાનીનોંધ કરી નકલ રજુ કરી શકાય.
- શહેરી વિસ્તારમાં મિલકત ધરાવતા હોય તો પ્રોપર્ટી કાર્ડમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા બોજાનોંધ કરાવી તેની બોજાનોંધવાળી નકલ રજુ કરી શકાય.
- અરજદાર / જામીનદારના મિલકતના પુરાવામાં દસ્તાવેજ, પ્રોપર્ટી કાર્ડ તથા સ્વામિત્વકાર્ડ અને ૭-૧૨ અને ૮-અના ઉતારા માન્ય ગણાશે.
- અરજદારે મિલકત ઉપર લોનની દોઢ ગણી રકમનો નિગમના નામે બોજો દાખલો કરવાનો રહેશે.
- અરજદારે સરકાર માન્ય વેલ્યુઅરનું વેલ્યુએશનસર્ટી રજુ કરવાનું રહેશે.
નોંધ:વિકાસ કમિશ્નરશ્રી, ગુ.રા., ગાંધીનગરના તા.૦૫-૦૨-૨૦૨૫ના પત્ર નં. DCO/0171/02/2025 મુજબ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી-કમ-મંત્રી દ્વારા આકારણી પર કરેલ
બોજાનોંધ માન્ય ગણાશે નહિ.